આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગર 10, ગાંધીનગર 7, જૂનાગઢ 7, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મહેસાણા 5, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહિસાગર 2, સાબરકાંઠા 2,બોટાદ 2, ગીર સોમનાથ 2, વલસાડ 2, અમરેલી 2, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારી એક -એક કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં- 16, અને સુરતમાં 5 દર્દીના મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1685 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19917 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6278 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેલ્ટીલેટર પર છે અને 6211 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,29, 343 ટેસ્ટ કરવામાં આવ્યા છે.