ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 783 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 16 દર્દીના મોત છે. આજે 569 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 38,419 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 1995 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27313 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 215, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 55, સુરત-58, રાજકોટ કોર્પોરેશન 26, દાહોદ-18, ભરુચ 16, સુરેન્દ્રનગર 16, મહેસાણા -15, બનાસકાંઠા-15, નવસારી-14, રાજકોટ - 13, ભાવનગર કોર્પોરેશન 12, વડોદરા-12, ગાંધીનગર-11, ખેડા-11, કચ્છ 10, ગાંધીનગર કોર્પોરેશન - 8, જામનગર કોર્પોરેશન 8, સાબરકાંઠા-8, જુનાગઢ કોર્પોરેશન 7, અમદાવાદ-7, ભાવનગર-7, અમરેલી-7, આણંદ- 5, પાટણ-4, મહીસાગર 4, નર્મદા-4, ગીર સોમનાથ-4, જુનાગઢ-3, મોરબી- 3, ડાંગ-3, અરવલ્લી -2, પંચમહાલ-1, બોટાદ-1, છોટા ઉદેપુર 1, જામનગર-1 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન - 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત 2, અમરેલી 1, જામનગર 1 અને મોરબીમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 1995 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27313 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9111 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 9044 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,33,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 783 નવા કેસ, વધુ 16નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 07:42 PM (IST)
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27313 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9111 એક્ટિવ કેસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -