મહેસાણા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. 2 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે જ્યારે 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટના તમામ દર્દીઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કોરોનાને કારણે મહેસાણા જિલ્લામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહેસાણા જિલ્લામાં કુલ 62 લોકોનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે હજુ ત્રણ લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.
નવા નોંધાયેલા કેસોમાં બહુચરાજી ખાતે રહેતા બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અમદાવાદથી આવેલા જમાઈના કોન્ટેક્ટમાં આવેલા પરિવારના 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજાપુરમાં એક કેસ પોઝિટિવ આવ્યો જ્યારે કડીમાં એક કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહત્વની વાત છે કે, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. બહુચરાજીમાં નવા બે કેસ નોંધાયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાતના આ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થતાં જ તંત્ર એલર્ટ થઈ ગયું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2020 11:11 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોકલવામાં આવ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -