કોરોનાને ફેલાતો અટકાવવા માટે ગુજરાતામાં છેલ્લા કેટલા દિવસથી લોકડાઉન છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં પાનના ગલ્લા અને મોલ સિવાયના તમામ બજાર ખુલી ગયા છે. વિસનગરમાં બજાર ખુલતાં જ લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં હતાં. નગરપાલિકા દ્વારા બજાર સવારે 7થી સાંજે 7 વાગે સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
મહેસાણામાં લોકડાઉન ચાલી રહ્યું છે વિસનગરમાં પાનના ગલ્લા, ચાના કીટલી અને મોલ સિવાયની તમામ દુકાનો ખોલવા માંગણી કરાઈ હતી જોકે ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. શહેરમાં પાનના ગલ્લા, ચાની કીટલી અને મોલ સિવાયની તમામ દુકાનો ખુલી ગઈ છે. બજાર ખુલતાં જ લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં હતાં.
ધારાસભ્ય ઋષિકેશ પટેલને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા બજાર સવારે 7 વાગેથી સાંજે 7 વાગે સુધી ખુલ્લા રહેવીની પરવાનગી આપવામાં આવી છે.
ગુજરાતના આ શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા અને મોલ સિવાયની તમામ દુકાનો ખુલી, ખરીદી માટે લોકોની પડાપડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2020 09:19 AM (IST)
કોરોનાને ફેલાતો અટકાવવા માટે ગુજરાતામાં છેલ્લા કેટલા દિવસથી લોકડાઉન છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં પાનના ગલ્લા અને મોલ સિવાયના તમામ બજાર ખુલી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -