આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ-19ના કુલ 39 પોઝિટીવ નોંધાયા છે. રાજકોટમાં આજે નોંધાયેલો એક કેસ ટ્રાન્સમિસન માં પુરુષ ને મળ્યો છે. આજના 21 લોકોના ટેસ્ટના રિપોર્ટ હજુ આવવાના બાકી છે, જ્યારે 430 લોકોને આજે ફરજીયાત કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. તે સિવાય 20,688 કોરોન્ટાઇલ હેઠળ છે.
રાજ્યમાં 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોના સર્વે પૂર્ણ કરાયા છે. 50 જેટલા લોકો શંકાસ્પદ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. 5 મેડિકલ કોલેજમાં કોવિડ19 ટેસ્ટ કરવાની શરૂઆત થઈ ગઈ છે.
આ પૈકી 9 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવા પડયા હોવાનું આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ જણાવ્યું હતું. ગુજરાતમાં કોરોનાવાયરસના કારણે સુરતના એક વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ગુજરાતમાં નવા ઉમેરાયેલા પાંચ કેસોમાં બે કેસ રાજકોટના છે જ્યારે બે કેસ ગાંધીનગરના અને એક કેસ સુરતનો અને એક કેસ વડોદરાનો છે. દુબઈથી પ્રવાસ કરીને આવેલ અમદાવાદની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતનાં કોરોનાવાયરસના ચેપના જિલ્લાવાર આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3, કચ્છમાં 1 કેસ નોંધાયા છે.
દેશની વાત કરીએ તો કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા 606 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી 11 લોકો આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. વિતેલી રાત્રે દિલ્હીમાં કોરોનો પોઝિટિવ એક બીજી વ્યક્તિનું મોત થયું છે. કુલ 606 પોઝિટિવ કેસમાંથી 476 ભારતીય નાગરિક છે, જ્યારે 43 વિદેશી છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી 43 લોકો સાજા થઈ ગયા છે.
પીએમ મોદીએ મગંળવારે રાત્રે આઠ કલાકે દેશના કોરોના વાયરસને લઈને દેશને સંબોધન કર્યું હતું. એક સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું આ બીજી વખત સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધન કરતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું આ જનતા કર્ફ્યૂ કરતા થોડુ આગળ છે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલુ જરૂરી છે. આ લોકડાઉનની આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે. કોરના વાયરસની સાઈકલ તોડવા માટે 21 દિવસનો સમય ખૂબ જ જરૂર છે. જો 21 દિવસ નહી સંભાળવામાં આવે તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. આ વાત હુ એક પ્રધાનમંત્રી તરીકે નહી પરંતુ તમારા પરિવારના સદસ્ય તરીકે કહી રહ્યો છું. ઘરમાં રહો ઘરમાં રહો એક જ કામ કરો તમારા ઘરમાં રહો.