અમદાવાદ: કોરોના વાયરસના ગુજરાતમાં એક પછી એક કેસ સામે આવી રહ્યાં છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે આજે અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં એક નવો કેસ નોંધાતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં બે, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે.




નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. જોકે આજે સુરતમાં જે કેસ નોંધાયો છે તે સ્થાનિ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છે કે, અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.



અમદાવાદ ન્યૂયોર્ક, ઈંગ્લેન્ડ અને ફિનલેન્ડથી પરત ફરેલા ભારતીયો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. જ્યારે વડોદરામાં સ્પેન અને શ્રીલંકાથી પરત ફરેલા ગુજરાતીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. સુરતમાં લંડન અને રાજકોટમાં મક્કાથી આવેલ ભારતીયો કોરોનાવાયરસનો ભોગ બન્યા છે.



અમદાવાદમાં ન્યૂયોર્કથી આવેલી 21 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. સેટેલાઈટની યુવતીના સંપર્કમાં આવેલા 18 દર્દીઓ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઈંગ્લેડ અને દુબઈથી પરત ફરેલા યુવકને કોરોનાની પુષ્ટી થઈ છે. અમદાવાદના બોપલમાં 27 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં ફિનલેંડથી પરત ફરેલી યુવતીને પણ કોરોનાની પુષ્ટી કરવામાં આવી છે. આંબાવાડીની યુવતીને કોરોનાની પુષ્ટીથી આરોગ્ય વિભાગ અલર્ટ પર આવી ગયું છે. અમદાવાદમાં કુલ 6 કેસ હોવાનું સામે આવ્યું છે.



વડોદરામાં સ્પેનથી પરત ફરેલા વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. સ્પેનથી પરત ફરેલા યુવકના સંપર્કમાં આવેલા 2 નિરીક્ષણ હેઠળ છે. વડોદરામાં મહિલાને પણ કોરોનાની પુષ્ટી થઈ ગઈ છે. શ્રીલંકાથી પરત ફરેલી મહિલા 12 નાગરિકોના સંપર્કમાં આવી હતી. શ્રીલંકાથી આવેલા નિઝામપુરાના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 માર્ચે શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. 56 વર્ષીય દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.



સુરતમાં 21 વર્ષીય લંડનથી પરત ફરેલી યુવતીને કોરોનાની પુષ્ટી થઈ છે. સુરતની યુવતીના સંપર્કમાં આવેલા 9 નાગરિકો કોન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત સુરતમાં જે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને સુરતમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટમાં મક્કા મદીનાથી પરત ફરેલા 32 વર્ષના યુવકને કોરોનાગ્રસ્ત થયો છે.