વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં તમામ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોરોના વાયરસ અંગે ચર્ચા કરી હતી. ત્યાર બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રાજ્ય સરકારે કરેલાં મહત્વપુર્ણ નિર્ણયોની માહિતી આપી હતી. હવે સરકારી ઓફિસોમાં એપોઈન્ટમેન્ટ વગર કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે જ નિરાધાર, વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને એડવાન્સમાં પેન્શન ચૂકવવામાં આવશે.
કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે રાજ્યના રેશનકાર્ડ ધારકોને એક મહિનાનો જથ્થો એડવાન્સ મળશે અને નિરાધાર, વૃદ્ધ, વિધવા, દિવ્યાંગોને પેન્શન એડવાન્સમાં ચૂકવવામાં આવશે. સરકારી ઓફિસોમાં બિનજરૂરી પ્રવેશ કરવો નહીં. હવે એપોઇન્ટમેન્ટ લઈને જ ઓફિસમાં પ્રવેશ મળશે. આ સાથે જ નીતિન પટેલે લોકોને બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવા અપીલ કરી હતી.
આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 22 હજાર લોકો વિદેશથી આવ્યા છે. વિદેશથી આવેલા તમામ લોકોની ચકાસણી જરૂરી છે. મેડિકલ સ્ટોર પર નિયત ભાવે વેચાય, દવાની અછત નહીં તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. ભયભીત થવાની કોઈ સ્થિતિ નથી. કોરોના વાયરસ અંગે નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી.
કોરોના વાયરસ સામે લડવા આખો દેશ સશક્ત છે. PMએ તમામ રાજ્યોને બનતી મદદની ખાતરી આપી હતી. દરેક રાજ્યોએ જરૂરિયાત મુજબ મુદ્દા મુક્યા હતા. મોટાભાગે વિદેશથી આવેલા લોકો સંક્રમિત છે. દરેક રાજ્ય પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
કોરોના વાયરસને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Mar 2020 11:12 AM (IST)
કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે રાજ્યના રેશનકાર્ડ ધારકોને એક મહિનાનો જથ્થો એડવાન્સ મળશે અને નિરાધાર, વૃદ્ધ, વિધવા, દિવ્યાંગોને પેન્શન એડવાન્સમાં ચૂકવવામાં આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -