આ ઉપરાંત સરકારે જાહેર મેળાવડા ન કરવાની અપીલ કરી છે. ત્યારે માઉન્ટ આબુ ફરવા જતાં ગુજરાતી લોકો માટે આ નિરાશા સમાન સમાચાર સામે આવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખી જાહેર જનતા માટે તથા પ્રવાસીઓ માટે પર્યટન સ્થળ માઉન્ટ આબુ બંધ કરી દેવામાં આવ્યું છે. માઉન્ટ આબુની હોટલો, મ્યુઝિયમ, મંદિર, ગુરૂશિખર બંધ કરી દેવામાં આવ્યા છે. ભોજનાલયો સહિતના સ્થળો બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે પર્યટકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
મહત્વની વાત છે કે, કોરોના વાયરસના પગલે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ જેમ કે મંદિર, સ્કુલ સહિત બંધ કરી દેવામાં આવ્યું છે.