ગુજરાતમાં 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઈને સરકાર સહિતના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. આ પહેલા ગુજરાતના ચાર મોટા શહેરોમાં આગામી 25 તારીખ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જનતા કરફ્યુ’ની અપીલ કરી હતી. જોકે એક દિવસ પહેલાં જ લોકોએ ‘જનતા કરફ્યુ’ને સમર્થન આપ્યું હતું. જનતા કર્ફ્યુના દિવસે જ પાંચ વાગતાં જ ઘણાં શહેરોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેને લઈને સરકારે આ નિર્ણય લીદો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 31 તારીખ સુધી લોકડાઉનનો સરકારે નિર્ણય લીધો છે. જોકે ગુજરાતમાં તબીબી સેવા, શાકભાજી અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની માહામારી સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, રાજકોટમાં 250 બેડ, વડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી છે.