અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે ત્યારે ગુજરાતમાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ મોટા મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા અને પાવગઢના મંદિરો 20 માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણપણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આજે એટલે 20 માર્ચ 2020થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મહારાષ્ટ્ર જતી એસ.ટી.બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમિત થતી સેવા-પૂજા માટે ચાલુ રાખવામાં આવશે. પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.
કોરોના વાયરસના પગલે ગુજરાતના કયા મોટા પાંચ મંદિરો કરાયા બંધ, જાણો આ રહ્યાં નામ
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 20 Mar 2020 02:30 PM (IST)