ગાંધીનગર: રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 615 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે અને 379 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 30773 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22417 દર્દીઓ સાજા થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 197, સુરત કોર્પોરેશનમાં 174, વડોદરા કોર્પોરેશનમાં 36, નવસારી 21, મહેસાણા 16, અમદાવાદ- 14, વડોદરા -11, આણંદ-11, કચ્છ - 11, સુરત-10, ભાવનગર કોર્પોરેશનમાં - 8, રાજકોટ કોર્પોરેશનમાં-8, ગાંધીનગર -8, ભરુચ- 8, સાબરકાંઠા-7, સુરેન્દ્રનગર-7, છોટાઉદેપુર -7, ભાવનગર-1, જામનગર કોર્પોરેશન-5, અરવલ્લી, પંચમહાલ, વલસાડમાં 5-5, રાજકોટ-4, ખેડા-3, નર્મદા-3, અમરેલી-3, મોરબી-3, જુનાગઢ કોર્પોરેશન, પાટણ,બોટાદ, જામનગર, ગીર સોમનાથ, દાહોદ અને જૂનાગઢમાં બે- બે કેસ, ગાંધીનગર કોર્પોરેશન, બનાસકાંઠા, મહીસાગર, તાપી, અન્ય રાજ્યમાં એક એક નોંધાયા છે.


આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 2, ભરુચ 2, રાજકોટ કોર્પોરેશન, ગાંધીનગર, બોટાદ અને જુનાગઢ કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1790 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22417 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6566 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 6497 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,57, 148 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયામાં કોવીડ-19ના દર્દીનો રિકવરી રેટ અને ડબલીંગ રેટમાં વધારો થયો છે, જ્યારે ટેથ રેટમાં ઘટાડો થયો છે. અગાઉ રિકવરી રેટ 69.40 ટકા હતા જે વધીને હાલ 73.08 ટકા છે અને ડબલિંગ રેટ જે અગાઉ 15 દિવસનો હતો તે હાલ 28 દિવસનો થયો છે અને ડેથ રેટ અગાઉ 6.25 ટકા હતો જે ગત અઠવાડિયામાં 3.88 ટકા છે.