અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના એસ આર પી ગ્રુપ માં 40 જેટલા કેસ નોંધાયા છે, જે અત્યારસુધીના એક જ જગ્યા ના સૌથી વધુ કેસ છે. શુક્રાવારે (26 જૂન) 6 કેસ નોંધાયા હતા, જેમાંથી એક જ પરિવારમા 3 વ્યક્તિને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. નર્મદામાં હાલ 55 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22038 દર્દીઓ સાજા થયા છે.