આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં 165, સુરત-52, રાજકોટ-36, વડોદરા કોર્પોરેશનમાં 34, વડોદરા -27, વલસાડ-19, ભરૂચ -15, રાજકોટ કોર્પોરેશન -11, ગાંધીનગર-11, નવસારી-11, ભાવનગર કોર્પોરેશન 10, બનાસકાંઠા 10,ખેડા-10, ભાવનગર 10, જુનાગઢ કોર્પોરેશન 9, મહેસાણા-8, અમદાવાદ-7, અરવલ્લી-7, કચ્છ-7, પાટણ-6, સાબરકાંઠા-6, સુરેન્દ્રનગર-6, જામનગર-6, ગાંધીનગર કોર્પોરેશન-4, આણંદ-4, ગીર સોમનાથ-4, મોરબી-3, જામનગર કોર્પોરેશન-2, પંચમહાલ-2, મહિસાગર-2, બોટાદ-2, અમરેલી-2, દાહોદ-1, જુનાગઢ-1, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 4, મહેસાણા, અરવલ્લી, કચ્છ અને વલસાડમાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1927 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25414 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8057 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 7989 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,04,354 ટેસ્ટ કરવામાં આવ્યા છે.