ગાંધીનગર: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સાથે સી.આર. પાટીલની નિયુક્તિ કરવામાં છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદ કોઈ બિનગુજરાતી નેતાના હાથમાં સોંપવાની આ પ્રથમ ઘટના છે. મહત્વનું છે કે, સી.આર.પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે.



ઉલ્લેખનીય છે કે, 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સી.આર. પાટીલે પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર. પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં પણ તેમને જીત મળી હતી. 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્રીજીવાર સાંસદ બન્યા હતા.

સી.આર. પાટીલ હાલ, નવસારીના સાંસદ છે. તેમજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, સી.આર. પાટીલનું વતન જલગાંવ છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતી હોવાથી તેમને આ હોદ્દા પર નિમવામાં આવ્યા છે. તેમની સંગઠન પર પકડ પણ સારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.