મોરબી: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મોરબીમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ક્લોક એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.


મોરબીમાં વધતા જતા કોરોનાના કહેરને લઈને મોરબી ક્લોક એસોસિએશને ઘડિયાળ ઉદ્યોગ રવિવારથી રવિવાર એમ કુલ 7 દિવસ બંધ રહેશે તેવો નિર્ણય કર્યો છે. ઘડિયાળ ઉદ્યોગમાં આવતો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતો હોવાથી આ નિણર્ય લેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા, જ્યારે 2 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે નવા 875 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 14 દર્દીઓના મોત થયા હતા. 441 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 40,115 પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 28183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.