ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 810 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,42,655 પર પહોંચી છે.જ્યારે આજે વધુ 6 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4288 પર પહોંચ્યો છે. જો કે, સારી વાત એ છે કે, આજે વધુ 1016 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમા સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 94.02 ટકા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,28,144 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 10223 એક્ટિવ કેસ છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 94,90,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 52,906 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આજે ક્યા કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ
અમદાવાદ કોર્પોરેશનમાં 175, સુરત કોર્પોરેશનમાં -115, વડોદરા કોર્પોરેશન - 59, રાજકોટ કોર્પોરેશન-119, સુરતમાં- 32, કચ્છમાં -24, મહેસાણામાં 29 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરાયા હતા.
Coronavirus: રાજ્યમાં આજે 1016 લોકોએ કોરોનાને આપી મ્હાત, અત્યાર સુધી 2 લાખ 28 હજારથી વધુ દર્દીઓ થયા સાજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Dec 2020 10:03 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 810 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,42,655 પર પહોંચી છે.
ફાઈલ ફોટો
- - - - - - - - - Advertisement - - - - - - - - -