ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1074 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68885 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2606 પર પહોંચ્યો છે. આજે વધુ 1370 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 51692 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં- 142, વડોદરા કોર્પોરેશનમાં- 88, રાજકોટ કોર્પોરેશન- 58, સુરત 48, જામનગર કોર્પોરેશન-46, મહેસાણા- 43, રાજકોટ 32, જુનાગઢ 29, કચ્છ 24, ગીર સોમનાથ 23, ભાવનગર કોર્પોરેશન 22, વડોદરા 22, અમરેલી 21, દાહોદ 21, વલસાડ 18, ગાંધીનગર 17, જુનાગઢ કોર્પોરેશન 17, નવસારી 17, સુરેન્દ્રનગર 17, ભાવનગર 15, આણંદ 14, ખેડા 14, ભરૂચ 13, મહીસાગર 12, મોરબી 12, નર્મદા 12, સાબરકાંઠા 12, અમદાવાદ 11, પંચમહાલ 11, ગાંધીનગર કોર્પોરેશન 10, બોટાદ 9, પોરબંદર 9, પાટણ 7, બનાસકાંઠા 6, જામનગર 6, અરવલ્લી 4, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, તાપી 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશન 3, મોરબી 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2606 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 14587 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વેલ્ટીલેટર પર છે અને 14501 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 51692દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,30,373 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 75.04 ટકા છે.
Coronavirus: રાજ્યમાં આજે 1074 નવા કેસ નોંધાયા, વધુ 22નાં મોત, કુલ પોઝિટિવ કેસ 68885
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2020 07:23 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1074 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -