ગાંધીનગર: ગુજરાતામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. રાજકોટમાં પણ આજે  કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસાના દર્દીઓની સંખ્યા  71 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  6 લોકોના મોત થયા છે.

અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 23 કેસ પોઝીટીવ નોંધાયા છે. અમેરિકાથી આવેલા પુરૂષનો રિપોર્ટ આજે પોઝીટવ આવ્યો હતો. રાજ્યમાં 70 પોઝીટીવ કેસમાંથી 33 કેસ લોકલ સંક્રમણના કારણે નોંધાયા છે. પોઝિટિવ કેસના 3થી 5 કિલોમીટરના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



આજે રાજ્યમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે. ભાવનગરના મોટાખુટવડા ગામની 45 વર્ષિય મહિલાનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. સુરતથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યા બાદ મહિલાને ચેપ લાગ્યો હતો. ભાવનગરમાં કોરોનાથી અત્યાર સુધી બે લોકોના મોત થયા છે.

ભાવનગરમાં કોરોનાના પાંચ નવા પોઝિટીવ કેસ આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. વડવા રાણીકા, ઘોઘા રોડ, શિશૂ વિહાર અને જેસર વિસ્તારમાં રહેતા પાંચ લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં લોકોમાં ચિંતા વધી છે.