આણંદ: સમગ્ર દુનિયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકો વિદેશમાં ફસાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે ભારત દેશમાં તમામ એરલાઈન્સ હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને કોઈ અવર-જવર કરી શકે નહીં ત્યારે હાલ ભારત સહિત અનેક જગ્યાએ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે ફરવા ગયેલા લોકો ફસાઈ ગયા છે. ત્યારે ગુજરાતના ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયાં હોવાનું સામે આવ્યું છે.



કોરોના વાયરસના પગલે દુનિયાભરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે લોકડાઉનના પગલે ભારતમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સહિત રેલવે તેમજ ટ્રાન્સપોર્ટેશન પર અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.



કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરવામાં આવતાં ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણ કપલ હનિમુન માટે ગયા હતાં. જોકે હાલ ત્યાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ફસાઈ ગયા છે.



આ ત્રણેય કપલ દ્વારા હવે વીડિયો જાહેર કરીને સરકારને મદદ કરવાની અપીલ કરી છે. આ કપલ દ્વારા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, હાલ તેમની પાસે રૂપિયા ખુટી પડતાં જમવા અને મેડિકલ ચેકઅપની સુવિધા આપવાની માગ કરી છે. ભારત પરત આવવા માટે સરકારને અપીલ કરતો વીડિયો શેર કર્યો છે.