ગુજરાતમાં લોકો સહયોગ આપે તે ખુબ જરૂરી છે. વારંવાર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું એ સારી બાબત નથી, પોલીસકર્મીઓ પણ મદદની ભાવનાથી કામ કરે એવી મારી અપલી છે. અને વેપારીઓ તેમજ ગ્રાહકો બંને સમજીને વ્યહાર કરે તો આપણે કોરોના સામે જીતી શકીશું.
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન તેનું પાલન કરવામાં ના આવ્યું હોય તેમની સામે નોંધાયાલે ગુના સંખ્યા આ પ્રમાણે છે. અત્યાર સુધી જાહેરાનામા ભંગના 3354 ગુના નોંધાયા છે.
ક્વોરોન્ટાઇન કરેલ વ્યકિતઓ દ્વારા ભંગના 1774 ગુના નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી અન્ય 40 ગુનાઓ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5187 ગુના નોંધાયા, રાજ્યમાં આજ સુધી 8773 લોકોની અટકાયત કરી છે. રાજ્યમાં આજ સુધી 14886 વાહનો જપ્ત કરાયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધારે 23 કેસ છે.
ગુજરાતમાં ગઇકાલથી અત્યારસુધીમાં નવા છ કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસ છે. જેમાંથી 6 લોકોના મોત થયા છે, 63 લોકો હોસ્પિટલમાં હતા તેમાં બે દર્દી સાજા થઈ ગયા છે.