અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 15 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક જ દિવસમાં વધીને ડબલ થઈ જતાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કોરોના વયરસના ટેસ્ટ કરવાની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.


ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થશે ટેસ્ટ

- બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ

- મેડિકલ કોલેજ, સુરત

- એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર

- મેડિકલ કોલેજ, ભાવનગર

ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાતો અટકે તે માટે આજે ઘરમાં જ રહેવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં 5000 ડોક્ટર સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. ઉપરાંત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ, પેરા મેડિકલ, આયુર્વેદિક ડોક્ટરોની 1800 ટીમો તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદમાં જનતા કર્ફ્યુને લઈ એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો ટ્રેન, મોલ, તમામ ગાર્ડન, ગુજરી બજાર, મંદિરો બંધ રહેશે.




દુનિયાભરના 186 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ ખતરનાક વાયરસની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 315 થઈ ગઈ છે . જ્યારે પાંચ લોકોના મોત થયા છે.