ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 308 કેસ નોંધાયા છે અને 16 લોકોના મોત થયા છે. જ્યારે આજે 93 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4082 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 197 થયો છે.

આજે જે નવા 308 કેસ નોંધાયા છે તેમાં સૌથી વધુ અમદાવાદમાં 234, સુરતમાં 31, વડોદરા-15, રાજકોટ-3, ભાવનગર-2, આણંદ-11, ગાંધીનગર-2, પંચમહાલ- 4, મહેસાણા-1, મહિસાગર-1, બોટાડ-1 અને નવસારીમાં 3 કેસ સામેલ છે.



રાજ્યમાં વધુ 16 લોકોનાં મોત થયા છે. જેમાં 9 અમદાવાદમાં, એક રાજકોટમાં, સુરત અને વડોદરામાં ત્રણ-ત્રણ મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 4082 કેસ નોંધાયા છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે અને 3324 સ્ટેબલ છે. મૃત્યુઆંક 197 પર પહોંચ્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 93 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 527 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 59488 ટેસ્ટ થયા જેમાંથી 4082 કોરોના પોઝિટિવ આવ્યા છે.