અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ત્રણ હજારને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 256 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 6 લોકોનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3071 પર પહોંચ્યો ગયો છે


રાજ્યમાં જે નવા 256 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 182 કેસ, આણંદ-5, બનાસકાંઠા-11 અને ભાવનગરમાં 5, છોટાઉદેપુર-2, ગાંધીનગર-4, મહિસાગર-1,નવસારી-1, પંચમહાલ-2, પાટણ-1, સુરત-34, સુરેન્દ્રનગર-1 અને વડોદારામાં 7 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ અમદાવાદ પ્રભાવિત છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 2003 કેસ નોંધાયા છે, જેમાંથી 86 લોકોનાં મોત થયા છે અને 115 દર્દીઓ સાજા થયા છે.



અત્યાર સુધી કોરોનાના કુલ 3071 કેસ નોંધાયા છે, જેમાંથી 30 વેન્ટિલેટર પર છે, જ્યારે 2616 સ્ટેબલ છે. કુલ 282 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ 133 લોકોનાં મોત થયા છે.