અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 256 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 6 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 182 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3071 પર પહોંચ્યો છે અને કુલ 133 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં જે નવા 256 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 182 કેસ, આણંદ-5, બનાસકાંઠા-11 અને ભાવનગરમાં 5, છોટાઉદેપુર-2, ગાંધીનગર-4, મહિસાગર-1,નવસારી-1, પંચમહાલ-2, પાટણ-1, સુરત-34, સુરેન્દ્રનગર-1 અને વડોદારામાં 7 કેસ નોંધાયા છે.
આજે જે 6નાં મોત થયા છે તેમાં અમદાવાદમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનું મોત થયું છે, સુરત,વડોદરા અને આણંદમાં એક- એક મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3071 કેસ નોંધાયા છે, જેમાંથી 30 વેન્ટિલેટર પર છે,જ્યારે 2616 સ્ટેબલ છે અને મૃત્યુઆંક 133 પર પહોંચ્યો છે.
કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 17 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. જેમાં આણંદમાં 1, સુરત-1, ભરુચ-7, રાજકોટ-2, ગાંધીનગર-1, વડોદરા-3 અને અમદાવાદમાં 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે કુલ 282 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.