ગીર સોમનાથના વેરાવળમાં 65 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આધેડ મક્કાથી પરત આવ્યા હતાં. પહેલા આ આધેડને શંકાસ્પદ જણાતા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન પર રાખવામાં આવ્યા હાતં. જોકે હાલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 25 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ચેપ લોકલ ટ્રાન્સમીશનથી લાગ્યો હતો. આ સાથે જ ગુજરાતમાં કુલ 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
આ સાથે જ અમદાવાદમાં આજે કોરોનાથી બીજું મોત થયું હતું. 45 વર્ષીય મૃતક મહિલા બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસથી પણ પીડિત હતાં. આ સાથે જ અમદાવાદમાં કુલ 18, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરા અને ગાંધીનગરમાં 9-9, ભાવનગર-1, કચ્છ-1, મહેસાણા-1 અને ગીર સોમનાથમાં પણ 1 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં સંક્રમણથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 55 થઈ છે. મુખ્યમંત્રીએ કોરોના વાયરસની મહામારી સામે યુદ્ધના ધોરણે રાજ્યના દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ આપ્યો છે.