આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરત 7 જ્યારે કચ્છ, ભાવનગર અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયા છે.
આજે એક કેસ સામે આવ્યો તેની વિગતવાર વાત કરીએ તો, ગાંધીનગરથી આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલાં વિજાપુરની રાધે સોસાયટીમાં રહેતી પત્નીને મળવા માટે પહોંચ્યો હતો. વિજાપુરની રાધે સોસાયટીના તમામ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવશે તેવું જાણવ મળ્યું છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે.