ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત સરકારે ખેૂડતોને રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના રવિ પાકને લણણી કરી શકશે તેવા ઉદાર ભાવથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલીટ છૂટછાટ આપવામાં આવી છે.




આ ઉપરંત રવિ પાકને ખેડૂતોને પાક લણવાનો સમય છે તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો વગેરેના આ હેતુસર અવર-જવરની છૂટ આપવામાં આવી છે. પાકની કાપણી બાદ કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે.



આ ઉપરાંત બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ રહેશે. પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવામાં આવતો હોય છે. આથી રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડુતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે.



ફળ અને શાકભાજીની ખેતી કરતાં ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે. મુખ્યમંત્રીએ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે.