ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ 362 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8904 પર પહોંચી છે. જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા છે અને 466 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના અત્યાર સુધીમાં 537નાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
આજે નવા નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 267, વડોદરા-27, સુરત-30, ભાવનગર-2, ભરુચ-1, ગાંધીનગર-3, પાટણ-2, છોટા ઉદેપુર-3,કચ્છ-6, મહેસાણા-7, ગીરસોમનાથ-5, જામનગર-1, ખેડા-3, સાબરકાંઠા-1, અરવલ્લી-1, મહિસાગર-2, દેવભૂમિ દ્વારકા એક કેસ સામે આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોનાં મોત થયા છે. જેમાંથી 4નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 20નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 24 પૈકી અમદાવાદમાં 21 અને રાજકોટ સુરત અને વડોદરામાં એક-એક મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 8904 કોરોના કેસમાંથી 30 દર્દી વેન્ટિલેટર પર છે અને 5091 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ થયા જેમાંથી 8904 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
Covid-19: ગુજરાતમાં કોરોનાના નવા 362 કેસ નોંધાયા, 24નાં મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8904
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2020 07:56 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ 362 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8904 પર પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -