વલસાડ: વલસાડ જિલ્લાના રેલવે બ્રિજમાં ખાડા પડવાની અને બેસી જવાની ઘટના બહાર આવી છે, વલસાડના જોરાવાસણના રેલવે બ્રિજને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ બેજ વર્ષ માં બે વાર અલગ-અલગ જગ્યા પરથી બેસી ગયો હતો. આજે તો હદ એ થઈ કે એનું સમારકામ પણ એટલી જ હલકી ગુણવત્તાનું થયું હતું, એબીપી અસ્મિતાની ટીમ પહોંચતાજ કોન્ટ્રાકટર એનો સમાન મૂકી ભાગી ગયા હતા.
વલસાડ તાલુકાના જોરાવાસણ ગામે ડીએફસીસી દ્વારા 30 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજ બેસી જવાની ઘટના સામેં આવી છે. રેલવે ઓવર બ્રિજ બેસી જવાના કારણે બ્રિજ પર ભુવો પડી જવા પામ્યો છે. જે ભુવો વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ સાથે 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલો નવ નિર્મિત બ્રિજ 2 વખત બેસી જતા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતના ગામડા બન્યા આત્મનિર્ભર, ત્રણ પંચાયતમાં દર વર્ષે એક કરોડથી વધુની આવક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમી આવૃતિના આયોજન તરફ આગળ વધી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતના ગામડા વાયબ્રન્ટ અને આત્મનિર્ભર બન્યા છે. સાણંદ GIDCએ સંપાદન કરેલા 4 ગ્રામ પંચાયતની 10 વર્ષની વ્યવસાય વેરાની આવક 20 કરોડ રૂપિયાથી વધુ થઇ છે. કંપનીઓ દ્વારા ચૂકવાતા વેરાથી ત્રણ પંચાયતમાં દર વર્ષે એક કરોડથી વધુની આવક થઇ રહી છે.
20 વર્ષ પહેલા વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી પહોંચી છે. અમદાવાદના સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વિશ્વની જાણીતી કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા છે અને તેના પરિણામે આસપાસના ગામડાઓમાં વસતા લોકોના જીવનમાં, આર્થિક અને સમાજિક ઉત્થાનનો નવો અધ્યાય શરૂ થયો છે.
સાણંદ-2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા આસપાસના 4 ગામોની 2003 હેક્ટર જમીનને સંપાદિત કરવામાં આવી હતી. તેમાં બોળ, હીરાપુર, શિયાવાડા અને ચરલ ગામનો સમાવેશ થાય છે. અહીં કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા બાદ ગ્રામ પંચાયતને વ્યવસાય વેરાની આવક શરૂ થઇ છે. વર્ષ 2012-13 થી 2021-22 સુધીના સમયગાળામાં સૌથી વધુ બોળ ગામને ₹ 13 કરોડથી વધુનો વેરો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ હીરાપુર (₹ 3.95 કરોડ), ચરલ (₹ 1.97 કરોડ) અને શિયાવાડાને ₹ 1.31 કરોડનો વ્યવસાય વેરાની આવક થઇ છે.
ગામ વ્યવસાય વેરાની આવક (2012-13 થી 2021-22 સુધી)
બોળ ₹ 13,09,57,379
હીરાપુર ₹ 3,95,77,491
ચરલ ₹ 1,97,00,669
શિયાવાડા ₹1,31,32,343
કુલ ₹20,33,67,882
શૂન્યમાંથી વેરાની આવક કરોડો સુધી પહોંચી
વર્ષ 2012-13માં આ ચાર ગામડાઓમાં વ્યવસાય વેરાની આવક શૂન્ય હતી. જે વર્ષ 2021-22માં સમયાંતરે વધતાં એક કરોડથી વધુ પહોંચી છે. વર્ષ 2021માં બોળ ગામની આવક 2.4 કરોડ રૂપિયા, હીરાપુર ( 93.25 લાખ રૂપિયા), ચરલ ( 29.45 લાખ રૂપિયા) અને શિયાવાડાની આવક 35.26 લાખ રૂપિયા થઇ છે.