Agriculture: ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ઠેર ઠેર ધોધમાર વરસાદ ખાબક્યો છે, આ અતિવૃષ્ટિના કારણે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વળી, ગુજરાતમાં ચોમાસા ઉપરાંત માવઠાથી પણ અનેક જિલ્લામાં નુકસાનીના આંકડા સામે આવ્યા હતા, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઇ રાહત કે સહાય ખેડૂતો સુધી પહોંચી નથી. આ બધાની વચ્ચે આ મહિનાના અંતમાં આવી રહેલી દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં મગફળીથી લઇને કપાસ સહિતના પાકોમાં માવઠા અને અતિવૃષ્ટી બન્નેની અસર દેખાઇ રહી છે. 


રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ પર કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કૃષિ પાકના નુકસાન લઈને કિસાન કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાના સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા બે-ચાર દિવસથી વરસેલા વરસાદે ખેડૂતોના સપના રોળ્યા છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેતન પર પાણી ફરી વળ્યુ છે. ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અતિવૃષ્ટીમાં 80 ટકા કપાસ નાશ પામ્યો છે, તો વળી, મગફળીના પાથરા, કપાસના જીંડવાને વધુ નુકસાના રિપોર્ટ છે. 


સરકાર પર ખેડૂતો મામલે કોંગ્રેસે આકરા તેવર બતાવ્યા છે. પહેલા અતિવૃષ્ટિ થઇ અને બાદમાં માવઠુ થવાથી ખેડૂતના ઘરમાં અત્યારે દિવાળીએ ટાળે જ હોળી જેવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે. ગત 18 થી 24 જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે 350 કરોડની જાહેરાત થઇ છે પરંતુ રાતી પાઇ ખેડૂતોને મળી નથી. ગઇ 22 થી 30 ઓગસ્ટના અતિવૃષ્ટિનું સર્વે કર્યું પણ સહાયની હજુ જાહેરાત કરાઈ નથી. જમીન ધોવાણનું તો સર્વે પણ નથી થયું. જુલાઈ અતિવૃષ્ટિના ફૉર્મ ભરાવ્યાં પણ ફરજિયાત બિનપિયત પાકો માટે જ તે હતું. જો પિયત હોય અને તેનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને 44000 હજાર મળવાપાત્ર હતા. ફરજિયાત બિન-પિયતના જ ફોર્મ ભરાવી ખેડૂતોને હવે માત્ર 22000 હજાર જ મળશે, સરકારે ખેડૂતોને કાંઈ આપવું જ નહોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે.


આ પણ વાંચો


Rain Update: રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં ધોધમાર વરસ્યો