રાજ્યમાં સિંગતેલ કરતાં કપાસિયા તેલનો વપરાશ વધુ થાય છે. મધ્યમવર્ગના લોકો મોટાભાગે કપાસિયા તેલનો જ ઉપયોગ કરે છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 20 રૂપિયા વધીને અત્યાર સુધીની ટોચ 1870 પર પહોંચી ગયો છે.
કપાસનું ઓછું ઉત્પાદન અને પિલાણમાં મજૂરોની અછતના કારણે કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કપાસિયા તેલના ભાવમાં 300 થી 350 રૂપાયનો વધારો થયો છે. તેલના ભાવ વધતાં ફરસાણના વેપારીઓ પર અસર થઈ શકે છે.
ગત વર્ષે રાજ્યમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 1450 થી 1500 રૂપિયા હતો, જે હાલ વધીને 2350 રૂપિયા પર પહોંચ્યો છે. આયાતી પામોલિન તેલના ભાવમાં પણ વધારો થયો છે.