હાલોલના જંગલમાં પ્રેમી પંખીડાએ એકસાથે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
abpasmita.in | 26 Feb 2019 08:20 AM (IST)
હાલોલઃ હાલોલ તાલુકાના પંડોળ ગામમાં રહેતા પ્રેમી પંખીડાએ સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બામણકુવાના જંગલમાં વૃક્ષ પર દોરડુ બાંધીને એક સાથે આત્મહત્યા કરી લીધી છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા પંડોળ ગામના નવા ફળીયામાં રહેતા વિનોદભાઇ ઈશ્વરભાઇ બારિયાને ગામની જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેમનો સમાજ બંનેને લગ્ન કરવા નહીં દે તેવો તેમને ડર હતો. જેથી બંને જીવન ટુંકાવવાનું નક્કી કરી લીધું હતું. સવારે બંનેના મૃતદેહ બામણકુવાના જંગલમાંથી મળી આવ્યા હતા. જેથી બંનેના પરિવારજનો અને પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંનેના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.