વલસાડ: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કારનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દમણના પતલિયા ખાતે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાતાં કારમાં સવાર ચાર યુવકોના મોત નિપજ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.



દમણના પતલિયા ખાતે વલસાડ જિલ્લાના યુવકો આઈ-20 કારમાં પસાર થઈ રહ્યા હતા. ફુલ સ્પીડમાં જતાં કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.



આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પંચાનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.



કારના આગળનો ભાગનો ખુરદો બોલી ગયો હતો. કાર અને રોડ લોહીથી ખરડાઈ ગયો હતો. કારને થયેલા નુકસાન પરથી કારની સ્પીડ પણ વધુ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારના ડ્રાઈવરને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો હતો.