મોડાસાઃ યુવક-યુવતીએ તળાવમાં કૂદીને કરી લીધી આત્મહત્યા, કેવી હાલતમાં મળી આવી લાશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2020 02:23 PM (IST)
બંને મૃતક યુવક યુવતી છાત્રેશ્વરી ગામના રહેવાસી છે, ત્યારે આ યુગલના આપઘાતથી નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. જોકે, યુવક યુવતીના મોતનું કારણ અકબંધ છે.
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં પ્રેમી યુગલે તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોડાસાના છાત્રેશ્વરીના તળાવમાંથી યુવક યુવતીની દુપટ્ટાથી હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. છાત્રેશ્વરી ગામના રંગોલી તળાવમાંથી લાશ મળી આવતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને મૃતક યુવક યુવતી છાત્રેશ્વરી ગામના રહેવાસી છે, ત્યારે આ યુગલના આપઘાતથી નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. જોકે, યુવક યુવતીના મોતનું કારણ અકબંધ છે. મોડાસા ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ પછી આ યુગલે કેમ આત્મહત્યા કરી તેનું કારણ સામે આવી શકે છે.