પ્રાંતિજઃ કોરોનાનાં વધતા સંક્રમણને અટકાવવા માટે આજથી બે દિવસ માટે પ્રાંતિજ શહેર સ્વયંભુ બંધ રહેશે. વેપારી એસોસિએશન અને પાલિકા સાથે બેઠક બાદ ગઈ કાલે બંધનો નિર્ણય લેવાયો હતો. આજથી બે દિવસ માટે તમામ ધંધા રોજગાર બંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. રવિવાર અને સોમવારે પ્રાંતિજ બજાર બંધ રહેશે.

જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા બે દિવસ પ્રાંતિજ શહેર બંધ રાખવાનો વેપારી એસોસિએશનએ નિર્ણય લીધો છે. રવિવાર અને સોમવારના દિવસે સ્વંયભુ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 21 તારીખથી 30 તારીખ સુધી રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કફર્યુંની અપીલ કરાઈ છે.



તા.21 થી 30 નવેમ્બર સુધી રાત્રે 9 થી સવાર ના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અમલવારી કરવાનો સર્વાનુમતે નિર્ણય પણ લેવાયો હતો. પાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા દ્વારા પણ સકારાત્મક અભિગમની વેપારીઓને ખાતરી આપી હતી. બેઠકમાં પાલિકા પ્રમુખ દિપક કડીયા, ઉપ્રમુખ જગદીશભાઈ કિંમતાણી, રાજેશ ટેકવાણી, મહેબૂબભાઈ બલોચ,મહેશસિંહ મકવાણા ,નયનભાઈ દેસાઈ, હાર્દિક બ્રહ્મભટ્ટ, સંજયભાઈ પટેલ અને ગામના વેપારી મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.