અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલની પોલીસે ધરપકડ કરી છે. વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડી પાસેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પહેલા આજે કોર્ટે પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હોવા છતાં હાજર રહેતો નહોતો. સેશન્સ કોર્ટે અવલોકન કરીને નોંધ્યું કે, હાઇકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહે તે યોગ્ય નથી.


આ ઉપરાંત કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે કરેલી અરજીને પણ ફગાવી દીધી હતી. આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા.

આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

CAA પર પ્રદર્શનો વચ્ચે CJIનું મોટું નિવેદન, કહ્યું- યુનિવર્સિટી માત્ર ઈંટ-ગારાની ઈમારતો નથી

BS6 સાથે લોન્ચ થઈ Maruti Eeco, જાણો કિંમતમાં કેટલો થયો વધારો