નાગપુરઃ નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મુદ્દે દેશભરની યુનિવર્સિટીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ચીફ જસ્ટિસ અરવિંદ શરદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. નાગપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું, યુનિવર્સિટી કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે.


તેમણે કહ્યું, યુનિવર્સિટી માત્ર ઈંટ અને ગારાથી બનેલી ઈમારત નથી. નિશ્ચિત રીતે તે કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે. આપણે એક સમાજ તરીકે શું મેળવવા ઈચ્છીએ છીએ તે યુનિવર્સિટીનો વિચાર દર્શાવે છે.


નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મુદ્દે જેએનયુ, જામિયા અને એએમયૂ સહિત દેશની ઘણી યુનિવર્સિટીમાં દેખાવો થયા હતા.


BS6 સાથે લોન્ચ થઈ Maruti Eeco, જાણો કિંમતમાં કેટલો થયો વધારો

બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસની કારનો થયો અકસ્માત, અભિનેત્રીને હોસ્પિટલમાં કરાઈ દાખલ

US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવી શકે છે ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં યોજાઈ શકે ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમ