ગાંધીનગર: કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા મામલે મોટો નિર્ણય લીધો છે.  શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની યુનિવર્સીટીની તમામ કોલેજોમાં આગામી દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેદ્ર સરકારની ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણ અનુસાર રાજયની યુનિવર્સીટીનાં વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા અંગે રચાયેલ ટાસ્ક ફોર્સની ભલામણ અનુસાર રાજય સરકાર પરીક્ષા અંગે નિર્ણય લેશે. યુનિવર્સીટીનાં કુલપતિઓ પાસેથી વિધાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ કઇ રીતે લઇ શકાય તેં અંગે સૂચનો મંગાવવામાં આવ્યાં.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે અને 77 લોકોના મોત થયા છે.