નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધનેઆજે સંડે સંવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા સવાલોના જવાબો આપ્યા હતા. જેમા તહેવાર, વાયરસ મ્યુટેશન, વાયરસનો ફેલાવો, નકલી ઓક્સિમીટર અને ઓક્સીજન સપ્લાઈ પર જવાબ આપ્યા હતા. ડૉં હર્ષવર્ધને કહ્યું કે આવનારા દિવસોમાં તહેવાર આવે છે એવામાં વધારે સર્તક રહેવાની જરૂર છે.


કેરળમાં કોવિડ-19ને લઈને તસવીર બદલાઈ ગઈ છે અને નવા કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કેરળમાંથી એ તમામ રાજ્યોએ શીખવું જોઈએ જે તહેવારો દરમિયાન ગાઈડલાઈન જાહેર કરવામાં લાપરવાહી રાખે છે. સ્વાસ્થ્ય મંત્રીએ કેરળનું ઉદાહરણ આપતા કહ્યું કે કેરળમાં કોરોના કંટ્રોલમાં આવી ગયો હતો પરંતુ હાલમાં ઓણમના તહેવારને લઈને સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસના દર્દીનો આંક 74 લાખ 94 હજારને પાર પહોંચ્યો છે. 65 લાખ 94 હજારથી વધારે લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 1 લાખ 14 હજાર 87 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 7 લાખ 85 હજાર 71 દર્દીની સારવાર ચાલી રહી છે.