ભુજઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલ, મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસો છે, ત્યારે મુંબઈમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા મહિલા ડોક્ટર ગુજરાત આવી ગઈ છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાં છતાં મુંબઈથી ભુજ આવેલી મહિલા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મુંબઈમાં જ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવી ગયો હોવા છતાં એ અંગે તંત્રને મોડી જાણ કરીને તથા ટ્રાવેલિંગ કરી ભુજ આવી આ ગંભીર બેદરકારી બદલ ફરિયાદ નોંધાઈ છે. ભુજ બી ડિવિઝન પોલીસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મુંબઇથી મોટાભાગના લોકો કચ્છ વતન આવતા સ્થાનિક લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.



નોંધનીય છે કે, મુંબઇની હોસ્પિટલમાં MBBSની ઇન્ટરન્સીપ કરતી ૨૨ વર્ષની યુવતી ભુજ આવી હતી. જેનો સરકારી નિયમ પ્રમાણે મુંબઇ ખાતે રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હોવાની જાણ વહીવટી તંત્રને કરવામાં આવતાં આ યુવતીને સારવાર માટે ભુજની હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.