ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અચાનક કોરોના સંક્રમણમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વધતા કોરોના કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે.


રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 315 કેસ નોંધાયા છે. રાજ્યમાં અંદાજે 22 દિવસ બાદ 300થી વધારે કેસ નોંધાયા છે. આજે 272 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.70 ટકા છે.

અત્યાર સુધીમાં કુલ 2,61,281 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 67,300 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.