ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) પોતાનો પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. ગઈકાલે વિજય મુહૂર્તમાં તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી, ત્યારે સીઆર પાટીલને તેમાં સ્થાન મળ્યું છે.
જોકે આ બધાની વચ્ચે ભાજપના ફેસબુક અને ટ્વિટર પેજ પર પોસ્ટરમાં પોસ્ટરમાં પણ સીઆર પાટીલ જોવા મળ્યા. ફેસબુક અને ટ્વિટરના ભાજપના પેજ પર જીતુ વાઘાણીની જગ્યાએ સીઆર પાટીલની તસવીર આવી ગઈ છે. જોકે આ બધાની વચ્ચે ભાજપની વેબસાઇટમાં હજુ પણ જીતી વાઘાણીની તસવીર જોવા મળી રહી છે.
સી.આર. પાટીલ હાલ, નવસારીના સાંસદ છે. તેમજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, સી.આર. પાટીલનું વતન જલગાંવ છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતી હોવાથી તેમને આ હોદ્દા પર નિમવામાં આવ્યા છે. તેમની સંગઠન પર પકડ પણ સારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.