Banaskantha Crime News: બનાસકાંઠામાં જૈન સાધ્વી સાથે છેડતીની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે. જિલ્લાના ભાભરમાં કામ અર્થે બહાર નીકળેલી બે જૈન સાધ્વીને બે શખ્સોએ છેડતી કરી હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. તો વળી, સમગ્ર મામલે આચાર્ય વિજય સોમસુંદરસુરીજીએ ચિંતા પણ વ્યક્ત કરી છે.
બનાસકાંઠામાં જૈન સાધ્વી સાથે છેડતી થયાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગતો એવી છે કે, જિલ્લાના ભાભરમાં બપોરના સમયે જૈન સાધ્વીની છેડતીની આ ઘટના ઘટી છે. કામ અર્થે જૈન સાધ્વી બહાર નીકળી હતી આ દરમિયાન બે અજાણ્યા યુવકોએ જૈન સાધ્વી સાથે અસભ્ય વર્તન કરીને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે, જૈન સાધ્વીએ બૂમાબૂમ કરતાં બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. આચાર્ય વિજય સોમસુંદરસુરીજી જૈન સાધ્વી સાથેની છેડતીની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે, તો વળી, જૈન સમાજ અને અન્ય સમાજ આ મામલે આક્રોશમાં છે.
દુષ્કર્મ કેસમાં શિક્ષકને 25 વર્ષની સજા, પૉક્સો કૉર્ટેનો વિદ્યાર્થીની કેસમાં મોટો ચૂકાદો, જાણો મામલો
આણંદ શહેરમાં એક દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી કોર્ટે કરી છે, ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, આણંદમાં વર્ષ 2022માં થયેલા એક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. આણંદના શિક્ષક દર્શન સુથારને આ સજા મળી છે. દર્શન સુથાર નામના લંપટ શિક્ષકે વર્ષ 2022માં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીને બૉર્ડ પરીક્ષામાં વધુ ગુણ અપાવવાની લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. વિદ્યાર્થીનીના માતા-પિતાએ લંપટ શિક્ષક વિરૂદ્ધ પૉક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આજે આણંદની સ્પેશ્યલ પૉક્સો કોર્ટે આરોપીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ પણ વાંચો
Navsari: નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત, મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા