Crime News: સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, આજે વધુ એક મોટો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્નીએ ખુદ પતિ અને સસરા વિરૂદ્ધ કેસ કર્યો હતો, જેમાં કોર્ટે બન્નેને દોષિત જાહેર કરીને જેલની સજા ફટકારી છે. આ કેસમાં પરિણીતાને પતિ અને સસરા બન્નેએ દહેજ મામલે આપઘાત કરવા માટે મજબૂર કરી હતી. સુરત કોર્ટે પતિને પાંચ વર્ષની અને સસરાને એક વર્ષની જેલની સજા ફટકારી છે. 


સુરતમાં પરિણીતામાં કેસમાં સુરત કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. સુરત કોર્ટે ચૂકાદો આપતા પતિને પાંચ વર્ષ તો સસરાને એક વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરમાં આવેલા ડિંડોલી વિસ્તારમાં રહેતા યાદવ પરિવારની વહુએ ખુદ પતિ અને સસરા વિરૂદ્ધ દહેજ અને આપઘાત કરવા મજબૂર કર્યાનો કેસ કર્યો હતો. કેસમાં પત્નીનો આરોપ છે કે, પતિ અજય યાદવ અને સસરા રાજકિશોર યાદવે પરિવારની વહુ પાસે દહેજની માંગણી કરી હતી, એટલુ જ નહીં દહેજ ઉપરાંત તેને આપઘાત કરવા માટે પણ મજબૂર કરી હતી. જેને લઇને આજે સુરતની કોર્ટે સજા સંભળાવી હતી. કૉર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પતિ અજયને આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ દહેજ માંગવા બદલ પાંચ વર્ષી જેલની સજા સંભળાવી હતી, તો વળી, સસરા રાજકિશોર યાદવને આ કેસમાં એક વર્ષી સજા થઇ છે. 


દુષ્કર્મ કેસમાં શિક્ષકને 25 વર્ષની સજા, પૉક્સો કૉર્ટેનો વિદ્યાર્થીની કેસમાં મોટો ચૂકાદો, જાણો મામલો


આણંદ શહેરમાં એક દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી કોર્ટે કરી છે, ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, આણંદમાં વર્ષ 2022માં થયેલા એક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. આણંદના શિક્ષક દર્શન સુથારને આ સજા મળી છે. દર્શન સુથાર નામના લંપટ શિક્ષકે વર્ષ 2022માં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીને બૉર્ડ પરીક્ષામાં વધુ ગુણ અપાવવાની લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. વિદ્યાર્થીનીના માતા-પિતાએ લંપટ શિક્ષક વિરૂદ્ધ પૉક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આજે આણંદની સ્પેશ્યલ પૉક્સો કોર્ટે આરોપીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. 


આ પણ વાંચો


Navsari: નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત, મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા


Surat News: ‘મારી ગર્લ ફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે’ કહી વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર ચપ્પુથી કર્યો હુમલો