Navsari:  નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, નવસારીના ઉભરાટના દરિયામાં ગઈકાલે ત્રણ મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. ત્રણેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકોની ઓળખ ફેકુ પાસવાન, જીશાન અંસારી,  ફિરોજ અહેમદ તરીકે થઇ હતી.


મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઉભરાટ દરિયા કિનારે રક્ષાબંધનના દિવસે ત્રણ યુવકો ડૂબ્યા હતા. ઉમરાટના દરિયામાં નાહવા પડેલા સુરતના 3 યુવકો તણાઇ ગયા હતા. રક્ષાબંધનના દિવસે મોટી ભરતીના સમયે દરિયામાં નાહવા જતા બે યુવકો પાણીમાં ઉંડે સુધી તણાઇ ગયા હતા. તેઓ રક્ષાબંધનના દિવસે મિત્રો સાથે સુરતથી ઉભરાટ પહોંચ્યા હતા. બે મિત્રોના મૃતદેહ દરિયા કિનારેથી  મોડી રાત્રે મળ્યા હતા જ્યારે અન્ય યુવકનો મૃતદેહ આજે સવારે ઉમરાટ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જલાલપોર પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ  અર્થે  ખસેડવામાં આવ્યા હતા.


તાજેતરમાં જ તાપીમાં તળાવમાં નાહવા જતાં યુવક ડૂબ્યો હતો. નિઝરના ખોડદા ગામમાં તળાવમાં નાહવા પડેલો એક યુવક ડૂબી ગયો હતો. યુવક રક્ષાબંધન કરવા ખોડદા ગામે આવ્યો હતો. તે સિવાય બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા બોરીયા પોઇન્ટ પાસે પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતું. નડાબેટ પાસે આવેલ ઝીરો પોઇન્ટ ખાતે કાંકરેજના શિવનગર વિસ્તારમાંથી પાંચ ભાઈઓ ફરવા માટે આવ્યા હતા. બોરિયા પોઇન્ટ પાસે ભરાયેલા પાણીમાં નાહવા જતા યુવક ડૂબતા તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા સુઈગામ પોલીસ મામલતદાર અને SDRF ની ટીમે યુવકની લાશની શોધખોળ હાથ ધરી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ મોડી રાત્રે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.                                            


તે સિવાય ભાવનગર ઘોઘાના દરિયામાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. મૃતક યુવક ભાવનગર શહેરના ધોબી સોસાયટી વિસ્તારમાં રહેતો હતો. દરિયા કિનારે મેળો હોવાથી તે ઘોઘા દરિયા કિનારે ગયો હતો.


આ પણ વાંચોઃ


Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો