Patan News: પાટણમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે, શહેરમા લોહીના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. પિતાએ જ પુત્રીને હવસનો શિકાર બનાવીને પિંખી નાંખી હતી. સતત 7 વર્ષ સુધી હેવાનિયતને પણ શરમાવે તેવા હવસખોર બાપે બળાત્કાર ગુજાર્યો હતો. કુકર્મની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી જયારે મન ફાવે ત્યારે નરાધમ બાપ માસુમ પુત્રી પર બળાત્કાર કરતો હતો.


કેવી રીતે ફૂટ્યો ભાંડો

ભોગ બનનારે દીકરીએ પોતાના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતા ભાઈએ પોતાના નરાધમ પિતા વિરુદ્ધ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાને પકડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીના બગસરામાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેનના પુત્ર સામે બગસરા પંથકની યુવતી દ્વારા દુષ્કર્મની  ફરિયાદ નોંધાવાઇ છે. યાર્ડના પૂર્વ ચેરમેન, તેના પુત્રવધુ અને પુત્રએ યુવતીની સગાઈ તોડાવી નાખી અને અવારનવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે.


બગસરા પંથકની યુવતી દ્વારા બગસરા આમ આદમી પાર્ટીના આગેવાન અને બગસરા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિભાઈ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયા સામે છેલ્લાં 15 વર્ષ દરમિયાન અવાર - નવાર તેમજ 20 દિવસ પહેલા કારમાં આવી છરી બતાવી  લઈ જઈ રસ્તામાં તથા અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં પરિવારના અન્ય ત્રણ સભ્યો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે.જેમાં કાંતિભાઈ શંભુભાઈ સતાસિયા, તેમના બીજા પુત્ર ભાવિન કાંતિભાઈ સતાસિયા તથા પુત્રવધુ વૈશાલીબેન હરેશભાઈ સતાસિયાએ ફરિયાદી યુવતીની સગાઈ તોડાવી નાખી તેમજ અવારનવાર ફોન કરે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થયેલ છે. આ ફરિયાદ ને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી હતી.


આ પણ વાંચોઃ


ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી


સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી