ભૂજ: કચ્છની પ્રખ્યાત કેસર કરી આ વખતે લોકોને ખાવા નહિ મળે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટુ નુકસાન થયું છે. કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે બજારમાં ખૂબ ઓછી જોવા મળશે. ગત વર્ષ કરતાં આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો કચ્છની કેરીમાં થયો છે. 2023માં આવેલ બિપરઝોય વાવાઝોડાના કારણે ખેડૂતોના ઊભા પાકમાં નુકશાની થઇ હતી. જેમાં સૌથી વધારે બાગાયતી પાક કેરી અને ખારેકમાં સૌથી વધારે નુકસાન થયું હતું.
વાવાઝોડામાં ફુંકાયેલા ભારે પવનના કારણે કેરીના ઝાડ ખડી પડ્યા હતા જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હાલ કેરીની સીઝન ચાલુ થઈ છે ત્યારે દેશ અને વિદેશમાં પ્રખ્યાત કચ્છની કેસર કેરી આ વખતે બજારમાં ખૂબ ઓછી જોવા મળશે. આ વખતે કચ્છની કેરી ખાવી હશે તો વધારે પૈસા ચૂકવવા પડશે. કેરીના પાક લેતા ખેડૂતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. ખેડૂતના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાના કારણે બાગાયત ખેડૂતોને મોટા પ્રમાણ નુકશાની થઈ હતી જ્યારે કેરી ઉપર ફૂલ લાગવાનું શરૂ થયું ત્યારે વાવાઝોડુ આવું ગયું જેના કારણે કચ્છમાં મોટા ભાગના ખેડૂતોના કેરીના ઝાડ ખરી પડ્યા હતા. જેટલા કેરીના ઝાડ વધ્યા હતા એમાં પણ કમોસમી વરસાદને કારણે કેરી ઉપર આવેલ ફૂલ ખરી પડ્યા હતા. હવે કેરીની સીઝન ચાલુ થઈ છે ત્યારે કચ્છની પ્રખ્યાત કેસર કરી આ વખતે 30થી 40 ટકા જેટલી બજારમાં આવશે પંરતુ કચ્છની કેસર આ વખતે બજારમાં મોંઘી વેચાશે.
કચ્છની કેરી વિદેશમાં પણ પ્રખ્યાત
કચ્છની પ્રખ્યાત કેસર કરી દેશમાં જ નહિ પંરતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. કચ્છની કેસર કેરી સીઝનમાં છેલ્લા સમયમાં થાય છે એટલે કેસર કેરીની માંગમાં બહુ વધારો જોવા મળતો હોય છે. એબીપી અસ્મિતાએ કેરીના હોલસેલ વેપારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે કચ્છની કેસર કેરી આ વખતે ખૂબ ઓછી છે. કેરી પકવતા ખેડૂતો પણ આ વખતે કચ્છની કેસર કેરી વગરના થઈ ગયા છે. દર વર્ષે કરતા આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર વેપારી અને ખેડૂતો ઉપર પડી છે. મુખ્ય કારણ 2023 માં આવેલ વાવાઝોડાના કારણે ખેડૂતોના ઊભા પાક પડી ગયા હતા. કમોસમી વરસાદના કારણે પણ કેરીના પાકને નુકસાન થયું છે. જ્યારે કેરીની સીઝન આવે એટલે અમે 1-2 કરોડનો માલ ખેડૂતો પાસે ખરીદી કરતા હોઈએ છીએ પંરતુ આ વખતે તો માત્ર 20-25 લાખનો જ માલ એમને મળ્યો છે. સરેરાશ જોવા જઈએ તો 40થી 45 ટકા કચ્છની કેરીમાં ઘટાડો નોંધાયો છે. જો આ વખતે કચ્છની કેરી ખાવી હશે તો પૈસા પણ વધુ ખર્ચવા પડશે. વેપારીએ વધુમાં જણાવ્યું કે કચ્છની કેરી માટે મુંબઈ, દિલ્હી, બેંગલોર, કોલકાતા, હૈદરાબાદ, દુબઈ, મોરિસેશ, કુવૈતથી પણ ઓર્ડર આવી ગયા છે પંરતુ આ વખતે અમે કોઇને પણ કેરી નહિ આપી શકીએ.
કચ્છમાં 80 હજાર મેટ્રિક ટન આસપાસ કેસર કેરીનું ઉત્પાદન થાય છે પંરતુ આ વખતે કચ્છમાં 50 થી 55 મેટ્રિક ટન માં કેસર કેરી થઈ છે. કેરીના પાકમાં ઘટાડાનો મોટો ફટકો વાવાઝોડુ અને કસમોમસી વરસાદના કારણે ઘટાડો નોંધાયો છે.