ગાંધીનગર: રાજ્યમાં કોરોના પ્રકોપ વધતા અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજથી રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ લાદવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.


નિતીન પટેલ પ્રેસ કોંફ્રેસમાં જણાવ્યું હતું કે, કોરોના સ્થિતિને લઈ સુરત, વડોદરા, રાજકોટ આ ત્રણ શહેરો માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત , વડોદરા અને રાજકોટ શહેરમાં અમદાવાદની જેમ રાત્રી કર્ફ્યુ રહેશે. ત્રણેય શહેરમાં નવી સૂચના ન મળે ત્યાંસુધી રાત્રી કરફ્યુ રહેશે.

નીતિન પટેલે કહ્યું કે, એક સપ્તાહ સુધી કોરોના સંક્રમણ વધવાની શક્યતા પહેલેથી જ હતી. ગઈકાલની સામે આજે કોરોના સંક્રમણ વધ્યા છે. સોશિયલ મીડિયામાં હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા હોવાના મેસેજ સંપૂર્ણ ખોટા છે. નીતિન પટલે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 60 icu બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 1200 બેડ છે . નવી 60 icu અને 60 ઓક્સિજન પથારી તૈયાર થઈ રહી છે. સોલા સિવિલમાં 270 સામાન્ય અને 97 ઓક્સિજન અને બાયપેપની સારવાર લઈ રહ્યા છે, કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 228 બેડની વ્યવસ્થા કરાઈ છે. Icuની તમામ પથરીઓ કેન્સર હોસ્પિટલમાં ખાલી છે. MACની SVP હોસ્પિટલમાં અમદાવાદી શહેરના લોકોને પ્રાથમિકતા અપાય છે. વલ્લભ વિદ્યાનગર અને નડિયાદ મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના બેડ ઉભા કરાયા છે.

અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે.

સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કર્ફ્યૂ લાગશે એટલે કે સોમવારથી રાત્રી કરફ્યૂ અમદાવાદમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી અમલી રહેશે.