સાવરકુંડલાઃ અમરેલી જિલ્લાના ગોરડકા ગામે સીટી રાઇડ બસે પલટી મારતાં બે લોકોના મોત થયા છે. જ્યારે 4થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્પીડ બ્રેકર ઠેકાડતા બસ બેકાબૂ બનીને પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની જાણ થતાં 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. જેસીબીની મદદથી બસને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે.
સાવરકુંડલાની હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનું મોત થયું છે.
સાવરકુંડલાઃ સ્પીડ બ્રેકર ઠેકાડતા બસ બેકાબૂ બની ને મારી પલટી, બેના મોત, 4થી વધુ લોકો ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2020 02:49 PM (IST)
ગોરડકા ગામે સીટી રાઇડ બસે પલટી મારતાં બે લોકોના મોત થયા છે. જ્યારે 4થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્પીડ બ્રેકર ઠેકાડતા બસ બેકાબૂ બનીને પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -