બિપરજોય વાવાઝોડાને પગલે પાટણના રાધનપુરમાં તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. રાધનપુરના વારાહી રોડ કમલા સેવા સદન સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા પરવારોનું સ્થળાંતર કરાયું હતું. ઝૂંપડપટીમાં રહેતા 20 થી વધુ પરિવારોના 70 થી વધુ લોકોનું સ્થળાતર કરાયું હતું.


રાધનપુર સરકારી તંત્ર દ્વારા સરકારી કુમાર છત્રાલાયમાં લોકોને શિફ્ટ કરાયા હતા. વાવાઝોડાને લઈ સાવચેતીને ધ્યાને રાખી કરાયા શિફ્ટ કરાયા હતા.બીજી તરફ પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. સાંતલપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાંતલપુર,પીપરાળા,રાજુસાર, રોજુ સહીત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાટણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.


બિપોરજોય વાવાજોડાને લઈ રાઘનપુર એસટી વિભાગ સતર્ક જોવા મળ્યો હતો. રાધનપુરથી કચ્છ તેમજ સૌરાષ્ટ તરફના 69 રૂટની બસો બંધ કરાઈ હતી. રાધનપુરથી સોમનાથ,નલિયા,રાજકોટ, અંજાર સહિતના રૂટ બંધ કરાયા હતા. 15 અને 16 જૂન એમ બે દિવસ માટે રૂટ બંધ રહેશે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો હતો.


વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ બન્યા આશરો


ગુજરાતમાં બિપરજૉય વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઇ ગઇ છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકોનું મોટુ સ્થળાંતર થઇ રહ્યું છે, આ સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ્સ આશરો બન્યા છે. ગુજરાતમાં ત્રાટકતાં વાવાઝોડા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાયમી 76 મલ્ટિપર્પઝ સાયક્લૉન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા આશરો બન્યા છે. બિપરજૉય વાવાઝોડાં સામે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હૉમ્સ ઊભા કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે એવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 8900થી વધુ બાળકો અને 1100થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી છે.


કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજૉય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે